#Webviral - પેલેટ ગનના વિરોધમાં PAKએ ફોટોશોપની મદદથી PM મોદીનો જુઓ કેવો ચેહરો બનાવ્યો

મંગળવાર, 26 જુલાઈ 2016 (11:17 IST)
કાશ્મીરમાં સેના સાથે મુઠભેડમાં આતંકી બુરહાન વાનીનુ મોત થઈ ગયુ હતુ. જ્યાર પછી ઘાટીમાં હિંસા ભડકી ઉઠી. હિંસક ભીદ અને પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે પોલીસને પેલેટ ગનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ ગનની અસર લોકો પર એટલી થઈ કે સેકડો લોકોની આંખોની રોશની જતી રહી.  બીજી બાજુ હજારો લોકો હજુ પણ ઘાયલ છે. કાશ્મીરીયોના આ દર્દને બતાડવા માટે પાકિસ્તાની વેબસાઈટ નેવર ફોરગેટ પાકિસ્તાન એ કેટલાક ભારતીય સેલિબ્રિટીઝના ચેહરાને ફોટોશોપ કરીને આવુ બનાવ્યુ કે તેમના ચેહરા પણ પેલેટ ગન પર લાગેલ નિશાન જોવા મળી રહ્યા છે. આ સેલિબ્રિટીઝના દ્વારા પાકિસ્તાન કાશ્મીરીયોના દર્દનો એહસાસ લોકોને કરાવી રહ્યા છે. 
 
આ ફોટોઝ What if you knew the victims? નામના પેજ પર શેયર કરવામાં આવી રહી છે. જેમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, સેફ અલી ખાન, રિતિક રોશન, કાજોલ સહિત અનેક સેલેબ્સના ચેહરા પર પેલેટ ગન વાગવના નિશાન જોવા મળી રહ્યા છે.   દરેક ફોટો સાથે એક મેસેજ પણ શેયર કરવામાં આવ્યો છે જેમા લખ્યુ છે કે આ કાશ્મીરીઓની સ્ટોરી છે જે પેલેટ ગનના શિકાર થયા છે.  આ પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
શુ છે પેલેટ ગન ? 
 
કાશ્મીરમાં વિરોધને રોકવા માટે 2010થી જ પોલીસ પેલેટ ગનનો યૂઝ કરી રહી છે. ત્યારે પોલીસે આ નૉન-લીથલ હથિયાર હોવાને કારણે યૂઝ કરવો શરૂ કર્યો હતો. નોન લીથલ હથિયાર તેને કહેવામાં આવે છે જેમા યૂઝ કરવાથી મરવાના ચાંસેસ ઓછા હોય છે. પણ દર વર્ષે આનો યૂઝ વધતો ગયો.  આ બંદૂકમાંથી સેકડો છર્રા નીકળે છે. જેનાથી શરીરમાં અનેક પ્રકારના ઘા થઈ જાય છે. 
 
છર્રાને ઝડપથી બહાર કાઢવા માટે હાઈડ્રોલિક બળનો પ્રયોગ કરવામાં આવે છે.  પૈલેટના છર્રા આંખમાં ઘુસી જાય છે અને આંખના ટિશ્યૂ ધીરે ધીરે ખરાબ કરવા માંડે છે.  તાજેતરમાં જ કાશ્મીર હિંસા માટે પોલીસે ફરીથી પેલેટ ગનનો ઉપયોગ કર્યો છે. જેનો પાકિસ્તાનમાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો