જાપાન : વિકલાંગ કેન્દ્રમાં ચાકૂથી હુમલો, 19ના મોત, 20 લોકો ઘાયલ

મંગળવાર, 26 જુલાઈ 2016 (10:42 IST)
જાપાનની રાજધાની ટોકિયોમાં સાગામિહારામાં એક વિકલાંગ કેન્દ્ર પર હુમલો થયો છે. આ હુમલામાં 19 લોકોના મરવાના સમાચાર છે. જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ બતાવાય રહ્યા છે. મળેલી માહિતી મુજબ સ્થાનીક સમયમુજબ રાત્રે 2.30 વાગ્યે વિકલાંગ કેન્દ્રમાં ઘુસેલા હુમલાવરે ચાકૂથી હુમલો કર્યો અને આ દરમિયાન 19 લોકોના મોત થઈ ગયુ. ઘાયલ લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ક્યોદો ન્યૂઝ એજંસી મુજબ પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની વય લગભગ 20 વર્ષની આસપાસ બતાવાય રહી છે.   માહિતી મુજબ હુમલાવર વિકલાંગ કેન્દ્રમાં અગાઉ કામ કરી ચુક્યો છે. 
 
પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હાલ વિકલાંગ કેન્દ્રમાં પોલીસે ઘેરાબંદી કરી રાખી છે અને તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર મુજબ હુમલાવરનુ કહેવુ છે કે તે નહી ઈચ્છતો કે વિકલાંગ લોકો નજરમાં આવે.  જાપાનમાં આ પ્રકારની ઘટનાઓ વિશેષ કરીને ઓછી જ થાય છે.   જો કે વર્ષ 2001 અને 2008માં પણ ચપ્પુ મારવાની ઘટના થઈ હતી. ત્યારે ક્રમશ સાત અને આઠ લોકો માર્યા ગયા હતા. 

વેબદુનિયા પર વાંચો