જો દેશમાં બસ ડ્રાઈવર કે ઑટો ડ્રાઈવર સરકારથી નાખુશ હોય તો તેઓ હડતાલ શરૂ કરી દે છે. આવામાં સૌથી વધુ પરેશાની સામાન્ય જનતાને થાય છે. જે પોતાના રોજબરોજના કામ માટે તેના પર નિર્ભર રહે છે. હડતાલમાં બસ અને ઓટો સર્વિસ બંધ કરી દેવામાં આવે છે. પણ જાપાનમાં એક અનોખી રીતે હડતાલ કરી વિરોધ બતાવાય રહ્યો છે. અહીની પબ્લિક ટ્રાંસપોર્ટ સેક્ટરની મોટી કંપની રયોબી બસ સર્વિસએ હડતાલ શરૂ કરી દીધી છે. આ સ્ટ્રાઈકનુ નામ ફ્રી રાઈટ સ્ટ્રાઈક રાખવામાં આવ્યુ છે.