ISIS એ આપી ઓબામાને ધમકી.. વ્હાઈટ હાઉસમાં ઘુસીને તમારુ માથુ કાપી નાખીશુ

બુધવાર, 28 જાન્યુઆરી 2015 (15:33 IST)
આતંકનુ નવુ નામ આઈએસ (ઈસ્લામિક સ્ટેટ)એ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું માથુ કાપવાની ધમકી આપી છે આઈએસએ એ એક નવો  વીડિયો રજુ કર્યો છે. જેમ આતંકવાદીઓએ અમેરિકાને પોતાની જેવો ઈસ્લામિક સ્ટેટ બનાવવાની ધમકી આપી છે. 
 
આઈએસઆઈએસની તરફથી આ ધમકી જાપાની બંધકના એ વીડિયો પછી આવ્યો છે જેમા જાપાની પત્રકાર કેન્જી ગોટો એવુ કહેતા દેખાયો કે જો 24 કલાકમાં સાજિદા મુબારકને મુક્ત નહી કરવામાં આવી તો તેમને અને જોર્ડનના પાયલોટ મુઆદ કસાબનુ માથુ કલમ કરી નાખવામાં આવશે.  
 
નવા વીડિયોમાં કાળા પોશાકમાં એક નકાબપોશ આતંકી કહે છે કે ધ્યાન રહે ઓબામા.. અમે અમેરિકા પહોંચવાના છે. આ સાંભળી લો. અમે વ્હાઈટ હાઉસમાં જ તમારુ માથુ કાપીહ્સુ અને અમેરિકાને ઈસ્લામિક સ્ટેટ બનાવીશુ. આતંકીએ કહ્યુ કે અમે કાર બોમ્બ અને વિસ્ફોટક લઈને આવીશુ. પછી તમારુ માથુ કાપી નાખીશુ. વીડિયોમાં છેવટે આતંકી પોતાની નિકટ ઘુંટણિયે બેસેલ એક કુર્દિશ લડાકુનુ ગળુ કાપીને તેની હત્યા કરી દે છે. 

બીજી બાજુ ઈસ્લામિક સ્ટેટે ફક્ત અમેરિકાને જ નહી પણ ફ્રાંસ અને બેલ્જિયમને પણ ધમકાવ્યુ છે. બીજી બાજુ જાપાને કેંજી ગોટોને છોડાવવાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો