પાકિસ્તાનના સિંઘ શહેરમાં કેટલાક દુકાનકારો ૐ લખેલી ચપ્પલ વેચી રહ્યા છે. જેના કારણે દેશના અલ્પસંખ્યક હિન્દુ નારાજ થઈ ગયા છે અને તેમણે તેને દુર્ભાગ્યપુણ્ય ગણાવ્યુ અને ઈશ્વરની નિંદા કરનારુ બતાવ્યુ. પાકિસ્તાન હિન્દુ પરિષદના વડા રમેશકુમારે જણાવ્યુ છે કે, મેં સિંધ સરકાર પાસે ફરિયાદ નોંધાવી છે. એ દુર્ભાગ્યપુર્ણ છે કે, દુકાનદારો ઇદના પ્રસંગે આવા જોડા વેચી રહ્યા છે. આવા વેચાણથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચે છે. સ્થાનિક હિન્દુઓએ પણ આનો વિરોધ કર્યો છે. સિંધના ટાન્ડોઆદમ શહેરમાં ભારે વિરોધ થઇ રહ્યો છે