Moscow Firing: મોસ્કોના કોન્સર્ટ હોલમાં આતંકવાદીઓનો અંધાધૂંધ ગોળીબાર, 40 ના મોત આઈએસ એ લીધી જવાબદારી

શનિવાર, 23 માર્ચ 2024 (06:38 IST)
Moscow Concert Hall Firing
 
રશિયાની રાજધાની મોસ્કોમાં આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 40 લોકોના મોત થયા હતા અને 145 લોકો ઘાયલ થયા હતા. રશિયન મીડિયા અનુસાર, મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં કોન્સર્ટ દરમિયાન આતંકવાદીઓએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ હોલમાં વિસ્ફોટ પણ કર્યા હતા, જેના કારણે ત્યાં આગ લાગી હતી. હુમલા બાદ વિશેષ પોલીસ દળે ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે જ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે આઈએસ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણથી ચાર બંદૂકધારીઓએ એક સાથે લોકો પર ફાયરિંગ શરૂ કર્યું, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા. પોલીસની ટીમો લોકોને બહાર કાઢવામાં અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં લાગી છે. કટોકટી સેવા  મંત્રાલયે જણાવ્યું હતું કે ગોળીબાર પછી, લગભગ 100 લોકો થિયેટરના ભોંયરામાંથી ભાગવામાં સફળ થયા હતા, જ્યારે અન્ય છત પર છુપાઈ ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોક બેન્ડના તમામ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર