ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં સીરિયલ બ્લાસ્ટ અને ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના માર્યા જવાના સમાચાર છે. બ્લાસ્ટ સરીના શોપિંગ સેંટરની બહાર થયા. આ શોપિંગ સેંટર રાષ્ટ્રપતિ પેલેસ અને સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ પાસે આવેલ છે. ઘટના સ્થળ પર રહેલ બીબીસી સંવાદદાતા મુજબ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. તેમણે જણાવ્યુ કે તેમને વારેઘડીએ કારની પાછળ જઈને સંતાવવુ પડી રહ્યુ છે.