ઈંડોનેશિયામાં તેજ ભૂકંપના ઝટકા, 25 લોકોના મોત

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (11:29 IST)
ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપના અસેહ શહેરમાં આજે શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછા 25 લોકોના મોત થઈ ગયા અને સેંકડો લોકો ઘાયલ થઈ ગયા. પીડી જાયા જીલ્લામાં સવારે જ્યારે 6.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે મુસ્લિમ બહુલ વિસ્તારમાં કેટલાક લોકો સવારની નમાજની તૈયારી કરી રહ્યા હતા. 
 
નાનકડા શહેર મુરુડુમાં ભૂકંપને કારણે મસ્જિદ અને દુકાનો ઢસડી પડી. ભૂકંપથી ગભરાયેલા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. સુનામીની ચેતાવણી રજુ નહોતી કરવામાં આવી. સ્થાનીક વિપદા એજંસીના પ્રમુખ પુતેહ મનફે જણાવ્યુ કે જીલ્લાના એકમાત્ર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઘાયલોને લાવવામાં આવ્યા. તેમણે મીડિયાને જણાવ્યુ, જે આંકડો અમને હજુ સુધી પ્રાપ્ત થયો છે તેના મુજબ 25 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે.  

વેબદુનિયા પર વાંચો