10 મિનિટમાં 6 બાળકોને જન્મ આપ્યો

શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (17:14 IST)
બ્રાઝિલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ 10 મિનિટની અંદર 2 અથવા 3 નહીં પણ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો છે.  ક્વેઝિયાએ સોમવારે કોલાટિનાની હોસ્પિટલમાં પોતાના 6 બાળકોને જન્મ આપ્યો છે.
 
એક મહિલાએ 10 મિનિટની અંદર 2 અથવા 3 નહીં પણ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો છે. આ 6 બાળકોમાંથી એક તો એટલું નાનું છે કે, ડોક્ટરના હાથમાંથી સરળતાથી આવી જાય છે. આ બાળકોની માતા ક્વેઝિયા રોમુઆલ્ડો છે. ક્વૈઝિયાના તમામ 6 બાળકો હેલ્ધી છે.
 
7 સપ્ટેમ્બરે ક્વેઝિયાને હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાદમાં 4 અઠવાડીયા બાદ તેણે કોલાટિના હોસ્પિટલમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. ક ડોક્ટર્સે જણાવ્યું છે કે, એક બાળક એટલું નાનું છે કે, તેમના હાથમાં આરામથી આવી જાય છે. આ તમામ બાળકોને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી હતી. પણ ફટાફટ સારુ થઈ ગયું 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર