પાકિસ્તાન - ગેંગરેપનો વીડિયો મોબાઈલ પર વાયરલ

શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2015 (12:06 IST)
પાકિસ્તાનના એક દૂરના ગામમાં એક યુવતી સાથે ચાર લોકોએ બળાત્કાર કર્યો. એ બદનામીના ભયથી ચૂપ રહી. પછી આ ગેંગરેપનો એક વીડિયો ઓનલાઈન અને મોબાઈલ ફોન પર શેર કરવામાં આવવા લાગ્યો. 
 
બીબીસી સંવાદદાતા અંબર શમ્સી મુજબ આને રોકવા કે પ્રતિબંધિત કરવા માટે કશુ નથી કરવામાં આવી રહ્યુ. 
 
જે બદનામી અને અપમાનથી બચવા માટે સાદિયા ચૂપ રહી બીજી બાજુ હવે ઈંટરનેટ પર પાંચ અને 40 મિનિટના વીડિયોના રૂપમાં સતત જોવાય રહ્યો છે. 
 
પંજાબના ગામો અને શહેરોમાં આ સતત શેર કરવામાં આવી રહ્યો છે. 
 
જો માતા હોય તો - સાદિયાના પિતાનુ કહેવુ છે કે સૌ પહેલા તેના મોટાભાઈએ આ વીડિયો વિશે બતાવ્યુ. આ મામલે ચાર શકાસ્પદ વ્યક્તિઓને જેલમાં નાખ્યા છે અને તેમના પર કેસ ચાલી રહ્યો છે.  
 
મને બતાવવામાં શરમ આવી હશે. તેની માતા જીવતી હો તો કદાચ તે તેની સાથે વાત કરી શકત અને પહેલા જ બધી વાત બતાવી દેત. 
 
મામલો સામે આવતા તે પોલીસની પાસે ગઈ અને તેની રિપોર્ટ નોંધાવી.  નાનકડા સમુદાયમાં અપરાધિઓને ઓળખ મુશ્કેલ નહોતી. 
 
રેપ નું શેર થવુ 
 
ગેંગરેપનો આ વીડિયો હજુ પણ બ્લુટૂથ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે. અને તેની ક્લિપ્સ બનાવીને ફેસબુક પર નાખવામાં આવી રહી છે.  સાદિયા શાકભાજી અને શેરડીની ક્યારીયો થી ઘેરાયેલ ઠેઠ પાકિસ્તાની ગામમાં રહે છે. 23 વર્ષની સાદિયા વયથી નાની દેખાય છે. માતા મૃત્યુ પામ્યા પછી હવે એ નાના ભાઈ બહેનોની દેખરેખ કરી રહી છે. 
 
આ બનાવથી તે ગભરાય ગઈ અને પરેશાન છે.  તે ખૂબ જ ગભરાતા ગભરાતા આ ઘટના વિશે બતાવે છે. 
 
'મને મારી પરવા નથી પણ હુ મારા ભાઈ-બહેનોને આ અપમાન અને શરમથી બચાવવા માંગતી હતી.. તેથી મે કોઈને કશુ કહ્યુ નહી.' 
 
કાયદો  - આ વીડિયો આજે પણ ઓનલાઈન છે અને પોલીસ આ કોશિશમાં છે કે કોઈ પણ રીતે તેને ત્યાથી હટાવવામાં આવે. પાકિસ્તાની કાયદા વ્યવસ્થા બદલાતા સમાજ અને તકનીક સાથે કદમ નથી મિલાવી શકી.  એવો કોઈ કાયદો નથે એજે કોઈ વેબસાઈટ પરથી બળજબરી પૂર્વક વીડિયો એક અન્ય સામગ્રી હટાવી શકે. 
 
એક નવો સાઈબર કાયદો બનાવાયો છે પણ તે હજુ લાગૂ નથી કરવામાં આવ્યો. પાકિસ્તાની ફેડરેલ તપાસ એજંસીના ડિપ્ટી ડાયરેક્ટર જનરલ શહજાદ હૈદર સાઈબર અપરાધ શાખા સંભાળે છે. 
 
તેમના મુજબ દર મહિને 12થી 15 આવા કેસ તેમની પાસે આવે છે. જેમા આપત્તિજનક વીડિયો અપલોડ કરવાની ફરિયાદ થાય છે. આ સંખ્યા સતત વધી રહી છે. પણ સ્પષ્ટ કાયદના અભાવમાં આ મામલાઓમ ફક્ત એક જૂના કાયદા ઈલેક્ટ્રોનિક ટ્રાંજેક્શન ઓર્ડિનેસ હ્નેઠળ પગલા લઈ શકે છે.  

વેબદુનિયા પર વાંચો