Iraq Covid Ward Fire: કોરોના વોર્ડમાં લાગી આગ 52 દરદીઓના દાઝી જવાથી મોત, 22ની હાલત ગંભીર

મંગળવાર, 13 જુલાઈ 2021 (09:54 IST)
ઈરાક (Iraq)માં આવેલ એક હોસ્પિટલના કોરોનાવાયરસ આઈસોલેશન વોર્ડ (Coronavirus Isolation Ward) માં લાગી આગ (Fire)ના કારણે ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા. છેલ્લા ત્રણ મહિનામાં કોવિડ-19 વોર્ડમાં આગ લાગવાની આ બીજી ઘટના છે. સોમવારે મોડી રાત્રે દેશના દક્ષિણી શહેર નસીરિયા (Nasiriya) ના અલ હુસૈન હોસ્પિટલ (Al-Hussein hospital) માં આગ લાગી ગઈ અને નાગરિક સુરક્ષા ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. આરોગ્ય નિયામકના તબીબી સૂત્રએ સમચાર એજંસી એએફપીને જણાવ્યું કે, આગનું મુખ્ય કારણ ઓક્સિજન ટેંકોનો વિસ્ફોટ હતો

 
સ્થાનિક હેલ્થ અથોરિટીના પ્રવક્તા હૈદર અલ-જામિલીએ મંગળવારે સવારે જણાવ્યુ કે 52 લોકોના શબને બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કે 22 લોક્કો આગને કારણે દાઝી ગયા છે. આગને કારણે કોવિડ વોર્ડમાં ભયાનક તબાહી મચી છે. તેમણે કહ્યુ કે પીડિતોનુ મોત દાઝી જવાથી થયુ છે અને બાકીના લોકોને શોધવાનુ કામ ચાલુ છે.  અલ-જામિલીએ કહ્યુ કે આ વાતનો ભય પણ છે કે હજુ પણ બિલ્ડિંગની અંતર અનેક લોકો ફંસાયેલા  હોઈ શકે છે.  આ વોર્ડમાં 70 બેડ્સ હતા. હેલ્થ સૂત્રોએ રૉયટર્સને જણાવ્યુ કે મૃતકોની સંખ્યા વધી છે કારણ કે ઘણા લોકો ફંસાયેલા હોઈ શકે છે. આ વોર્ડમાં 70 બેડ્સ હતા. હેલ્થ સૂત્રોએ જણાવ્યુ કે મૃતકોની સંખ્યા વધી શકે છે.  કારણ કે અનેક દરદીઓ ગાયબ છે. મૃતકોમાં બે હેલ્થ વર્કર્સનો સમાવેશ છે. 
 
ધુમાડાને કારણે બચાવ કાર્યમાં વિલંબ 
 
અકસ્માત દરમિયાન આરોગ્યકર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાંથી સળગતા મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જ્યારે ધુમાડાને કારણે ઘણા દર્દીઓ ઉધરસ ખાતા હતા. આ અકસ્માતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી આગ લાગવાનું કારણ જાણી શકાય. ઘણા લોકો લાપતા થયા હોવાનું જણાવાયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાની માહિતી મળતાં પીડિતોના પરિવારજનો અને સ્થાનિક રહીશો હોસ્પિટલ તરફ દોડી ગયા હતા. નસીરીયાહના રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતોનાં સબંધીઓ પોલીસ સાથે અથડાયા હતા અને પોલીસના બે વાહનોને આગ ચાંપી દીધી હતી.
 
પીએમ મુસ્તફા અલ-કાદીમીએ બોલાવી ઈમરજેંસી બેઠક 
 
આ ઘટના બાદ વડાપ્રધાન મુસ્તફા અલ-કદમી(Mustafa al-Kadhimi)એ વરિષ્ઠ પ્રધાનોની બેઠક બોલાવી છે, જેમાં નસીરિયા હોસ્પિટલના સિક્યોરિટી મેનેજરોને સસ્પેન્ડ કરીને ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યા છે. પ્રાંતમાં ઈમરજેંસીનુ એલાન કરવામાં આવ્યુ છે. આ અગાઉ પણ એપ્રિલની શરૂઆતમાં, રાજધાની બગદાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં 82 લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે 110 લોકો ઘાયલ થયા. અમને જણાવી દઈએ કે ઇરાકમાં કોરોનાવાયરસના 14 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 17 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર