નવાઝ શરીફે આતંકવાદીઓને ફાંસીની સજા પરની રોક હટાવી

બુધવાર, 17 ડિસેમ્બર 2014 (14:08 IST)
પાકિસ્તાનમાં થયેલ હુમલા પછી પ્રધાનમંત્રી નવાઝ શરીફે આતંકવાદીઓ પર લાગેલી ફાંસી સજા પર રોક હટાવવાનો નિર્ણય કર્યો છે. 
 
નવાઝ શરીફે પ્રેસ કોંફ્રેસમાં કહ્યુ કે હુમલો પાકિસ્તાન માટે જખમ છે. જેનાથી અમને ખૂબ જ મોટુ નુકશાન થયુ છે.  બાળકોની કુરબાની બેકાર નહી જાય. આતંકી હુમલામાં માર્યા ગયેલા બાળકો શહીદ કહેવાશે. પાકમાં આતંકનો સફાયો થશે.  ઓપરેશનને અંજામ સુધી લઈ જવામાં આવશે. 
 
નવાજે કહ્યુ કે કરાંચી એયરપોર્ટ પર હુમલા પછી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય નિર્ણય હતો. પાક-અફગાન મળીને આતંક વિરુદ્ધ લડશે.  એ હસતા ચેહરાઓને સામે મુકીને આ જંગ લડવી પડશે. આવતીકાલે આ ઘટનાની પુર્ણ માહિતી આવી જશે. 

વેબદુનિયા પર વાંચો