ઇથિયોપિયા: ભૂસ્ખલનથી 225થી વધુનાં મૃત્યુ

બુધવાર, 24 જુલાઈ 2024 (15:01 IST)
ઇથિયોપિયામાં ગોફાના પહાડી વિસ્તારોમાં રવિવારે સાંજે તથા સોમવારે સવારે ભૂસ્ખલનની બે ઘટના ઘટી હતી.
 
એક સ્થાનિક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા 229 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે જીવિત બહાર કઢાયેલા 10 લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલુ છે.
 
ગોફાના પ્રશાસક દગ્માવી અયેલેએ બીબીસીને જણાવ્યું હતું કે મૃતકોમાં પુખ્તો તથા બાળકોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ભારે વરસાદને કારણે રવિવારે ભૂસ્ખલન થયું હતું, એ પછી પોલીસ અધિકારી તથા આજુબાજુના લોકોએ બચાવકાર્ય હાથ ધર્યું હતું.
 
એવા સમયે ફરી એક વખત ભૂસ્ખલન થયું હતું, જેના કારણે તેઓ પણ માટીની નીચે દબાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
 
સ્થાનિક વહીવટીતંત્રે લોકોને જીવિત બચાવી શકાય એ માટે બચાવઅભિયાન ચાલુ રાખ્યું છે, પરંતુ તેમને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર