ભારત સહિત 3 દેશોમાં ભૂકંપના ઝટકા, ઈરાનમાં 5.6 ની તીવ્રતા હતી

રવિવાર, 20 જુલાઈ 2025 (09:00 IST)
ફરી એકવાર ધરતી હચમચી ગઈ. આજે સવારે ભારત, તાજિકિસ્તાન અને ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રાત્રે 12 વાગ્યા પછી સવારે 5 વાગ્યા સુધી ભૂકંપના કારણે ત્રણેય દેશોમાં ગભરાટ ફેલાયો. જોકે ત્રણેય દેશોમાં ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનું વાતાવરણ છે.
 
ભારતના આસામ રાજ્યના નાગાંવ જિલ્લામાં પહેલો ભૂકંપ આવ્યો. રાત્રે લગભગ 12:56 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.9 માપવામાં આવી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી ૪૦ કિલોમીટર નીચે હતું. ૮ જુલાઈએ પણ કાર્બી આંગલોંગ જિલ્લામાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર