Earthquake- આજે ફરી ભૂકંપના આંચકા... તીવ્રતા 4.9 હતી

શુક્રવાર, 21 માર્ચ 2025 (08:37 IST)
Earthquake-  અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ધરતી ધ્રૂજવાથી લોકોમાં ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, શુક્રવારે સવારે લગભગ 1 વાગ્યાની આસપાસ 4.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો,

જેનું કેન્દ્રબિંદુ 160 કિલોમીટરની ઊંડાઈ પર હતું. જો કે હજુ સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી.
 
અફઘાનિસ્તાન ભૂકંપથી પીડાય છે
યુનાઈટેડ નેશન્સ (UNOCHA) ના અહેવાલ મુજબ, અફઘાનિસ્તાન પહેલેથી જ મોસમી પૂર, ભૂસ્ખલન અને ભૂકંપ જેવી કુદરતી આફતો માટે સંવેદનશીલ દેશ છે. અવારનવાર ભૂકંપના કારણે અહીંના લોકો હંમેશા જોખમમાં રહે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વધુ ભૂકંપના આંચકા અનુભવાઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર