અમેરિકી સુરક્ષા માટે સંકટ છે ઓબામા અને ક્લિંટનની નીતિ - ટ્રંપ

ગુરુવાર, 25 ઑગસ્ટ 2016 (17:03 IST)
રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે આરોપ લગાવ્યો કે 8 વર્ષમાં ઓબામા-હિલેરીની નીતિયોએ અમેરિકી સુરક્ષાનુ બલિદાન આપી દીધુ અને તેમની આઝાદી ઓછી કરી દીધી. મિસિસિપીના જૈક્સનમાં ગઈકાલે એક ચૂટણી રેલી દરમિયાન તેમણે કહ્યુ ઓબામા હિલેરી ક્લિંટનની નીતિયો 8 વર્ષોમાં આપણી સુરક્ષાનુ બલિદાન કરી દેવામાં આવ્યુ અને આપણી આઝાદીને ઓછી કરી દેવામાં આવી. 
 
ટ્રપે કહ્યુ આપણુ આ કામ વિદેશોમાં જતુ રહ્યુ છે. ઈસ્લામિક આતંકવાદ આપણા સમુદ્રની સીમાઓ અંદર ફેલાય ગયુ છે અને ખુલી સીમાએ આપણા ઓછી આવકવાળા શ્રમિકોને નુકશાન પહોંચાડ્યુ છે અને આપણી સુરક્ષા પર સંકટ રજુ કર્યુ છે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર અને પોતાની પ્રતિદંદી હિલેરી ક્લિંટન પર સતત નિશાન સાધતા કહ્યુ અમેરિકામા હુ અહી લોકો જે મુદ્દા સાથે લડી રહ્યા છે ઈયૂમા સદસ્યતાને લઈને જનમત સંગ્રહ દરમિયાન બ્રિટનને પણ આ પ્રકારના મુદ્દાનો સમાનો કરવો પડ્યો હતો. આ આંદોલન બ્રેક્સિટ નામથી ઓળખાયુ. 

વેબદુનિયા પર વાંચો