પાકિસ્તાનને ભાઈનું ઘર માને છે ચીનના રાષ્ટ્રપતિ !!

સોમવાર, 20 એપ્રિલ 2015 (14:29 IST)
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના પાકિસ્તાની પ્રવાસ પર જવાના થોડા સમય પહેલા કહ્યુ કે પાકિસ્તાન જવુ તેમને પોતાના ભાઈના ઘરે જવા જેવુ લાગે છે.   જિનપિંગે કહ્યુ, આ પાકિસ્તાનનો મારો પહેલો પ્રવાસ હશે પણ હુ અનુભવી રહ્યો છુ કે હુ મારા પોતાના ભાઈના ઘરે જઈ રહ્યો છુ. 
 
તેમણે કહ્યુ, હુ મારી આ યાત્રા દરમિયાન ચીન-પાકિસ્તાન આર્થિક કૉરિડોરમાં ઠોસ પ્રગતિ કરવા અને બીજા ક્ષેત્રોમાં સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે પાકિસ્તાની નેતાઓ સાથે કામ કરવા ઉત્સુક છુ. 
 
આ વર્ષે જિનપિંગના વિદેશ પ્રવાસની પ્રથમ યાત્રા પાકિસ્તાન છે.  તેઓ સોમવાર અને મંગળવારે પાકના પ્રવાસ પર રહેશે.  જ્યા તેઓ પાકિસ્તાની રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન પ્રધાનમંત્રી નવાઝ શરીફની મુલાકાત લેશે. તેમણે કહ્યુ કે ચીન અને પાકિસ્તાને બંને દેશોન લોકોના સપના પુરા કરવા માટે વિકાસાત્મક રણનીતિયોની જરૂર છે.  શી ના આ પ્રવાસ દરમિયાન 46 અરબ ડોલરના આર્થિક કૉરિડોરનો મુદ્દો મુખ્ય રહેશે.  

વેબદુનિયા પર વાંચો