ચીનમાં કોરોના વિસ્ફોટ, એક અઠવાડિયામાં 3 શહેરોમાં લોકડાઉન, લાખો લોકો ઘરોમાં કેદ

ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (19:56 IST)
ચીનમાં સંક્રમણના કેસો (Covid-19 cases in China)થી સરકાર પરેશાન છે. ગુરુવારે ઉતાવળમાં  ચીન-રશિયા બોર્ડર (China-Russia Border)અડીને આવેલા ઉત્તર-પૂર્વ પ્રાંત, હેઈલૉન્ગજિયાંગના હેયઈ શહેરમાં લોકડાઉન(Lockdown) લાદવામાં આવ્યું. 
 
હવે એક અઠવાડિયામાં લોકડાઉન લાગુ કરનાર આ ત્રીજું શહેર છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં ચીનમાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની છે. આ પહેલા સરકાર દેશમાં કોરેનાનો ડર ખતમ કરવા માંગે છે. આ માટે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના 11 શહેરોમાં સંક્રમણના કેસ નોંધાયા છે. અગાઉ, સંક્રમણને  ધ્યાનમાં રાખીને અધિકારીઓએ 40 લાખથી વધુની વસ્તીવાળા લાન્ઝોઉ શહેર અને આંતરિક મંગોલિયા પ્રદેશમાં એજિનને લોક કર્યુ હતુ. 
 
ગુરુવારે નવા મામલાની પુષ્ટિ થયા બાદ હેઇએ સિટીના અધિકારીઓએ લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક લોકોને કોઈપણ ઈમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, રશિયાની સરહદને અડીને આવેલા શહેરમાં 16 લાખની વસ્તીનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સંક્રમિત વ્યક્તિના નિકટના સંપર્કોને શોધી કાઢવામાં આવ્યા છે. બસ અને ટેક્સી સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. શહેરની બહાર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો નથી. ચીને ગુરુવારે 23 નવા કેસ નોંધ્યા, જે પાછલા દિવસની સંખ્યા કરતા અડધા કરતા ઓછા છે.
 
લાનઝાઉ મંગળવારથી બંધ છે. ત્યાં માત્ર એક નવો કેસ નોંધાયો છે. જ્યારે કે અજીનમાં 35,000ની વસ્તીમાં સાત નવા કેસ મળી આવ્યા છે. બીજિંગ સહિત અનેક શહેરોમાં રહેણાંક વિસ્તારોમાં લોકડાઉન લગાવીને લાખો લોકોને ઘરમાં કેદ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં વિન્ટર ગેમ્સની યજમાની કરનાર રાજધાનીએ પણ પ્રવાસી સ્થળોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. રહેવાસીઓને કહી દીધુ છે કે જ્યા સુધી જરૂરી ન હોય ત્યાં સુધી અહીં ન આવે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર