શાર્લી એબ્દો દ્વારા મુસ્લિમોનું કાર્ટૂન બનાવતા ફરી એકવાર આતંકવાદી હુમલાનુ જોખમ

મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (14:51 IST)
ફ્રેન્ચ મેગેઝિન 'શાર્લી એબ્દો' પર ફરી એક વાર આતંકવાદી હુમલાનું જોખમ છે અને તેનું કારણ છે આ મેગેઝિનનું નવું કાર્ટૂન. કાર્ટૂનમાં મુસ્લિમોને નિર્વસ્ત્ર બતાવાયા છે. આ કાર્ટૂનનો વિવાદ થયા બાદ મેગેઝિનને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 'શાર્લી એબ્દો' આ પહેલા મોહમ્મદ પયગંબર સહિત ઘણી હસ્તીઓનાં વિવાદિત કાર્ટૂન બનાવી ચૂકયું છે.
 
 આ નવું કાર્ટૂન મેગેઝિનના ફ્રન્ટ પેજ પર છાપવામાં આવ્યું છે. તે ફ્રાન્સના શહેર કાન્સના તમામ બીચ પર બુરખા પહેરવા પર પ્રતિબંધ સંબંધી નિર્ણયના કટાક્ષમાં બનાવાયું છે. કાર્ટૂનમાં એક પુરુષને પરંપરાગત દાઢી અને મહિલા હિજાબમાં નિર્વસ્ત્ર દોડતાં બતાવાયાં છે. આ કાર્ટૂનનું કેપ્શન છે- 'ધ રિફોર્મ ઓફ ઇસ્લામ : મુસ્લિમ્સ લુસન અપ'.
 
   આ કાર્ટૂનને બુધવારે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મેગેઝિનના ફેસબુક પેજ પર ધમકીઓ મળવાનું શરૂ થઈ ગયું છે. એક ધમકીમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં જ વધુ એક હુમલો કરવામાં આવશે. આ પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં આતંકવાદીઓએ 'શાર્લી એબ્દો'ના પેરિસ સ્થિત ઓફિસમાં હુમલો કરી મેગેઝિનના 12 કર્મચારીઓની હત્યા કરી હતી. તેમાંથી ઘણા જાણીતા કાર્ટૂનિસ્ટ્સ હતા

વેબદુનિયા પર વાંચો