મિસ બિમ બિમ બ્યુટી કોન્ટેસ્ટ રદ્દ

બુધવાર, 31 ઑગસ્ટ 2016 (13:13 IST)
આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં છેલ્લા ત્રણેક વર્ષથી મિસ બિમ-બિમ નામની બ્યુટી-કોન્ટેસ્ટ યોજાતી આવતી હતી. આ વીક-એન્ડમાં પણ એનું આયોજન થવાનું હતું, પરંતુ ત્યાંની સરકારે છેક છેલ્લી ઘડીએ આદેશ આપીને આ સ્પર્ધા બંધ કરાવી દીધી. દર સાલ, આ સ્પર્ધા મોટા નિતંબવાળી સ્ત્રીઓની બ્યુટી-કોન્ટેસ્ટ હતી. સરકારનું કહેવું છે કે એનું કામ સ્ત્રીઓની છબી ન ખરડાય એ જોવાનું છે અને આવી વાહિયાત સ્પર્ધાથી સ્ત્રીઓ મજાકનું પાત્ર બનીને રહી જાય છે બે વર્ષથી યોજાતી આવેલી આ સ્પર્ધાના આયોજકની દલીલ એવી હતી કે આ સ્પર્ધાથી તો ઉલટાની આફ્રિકન સ્ત્રીઓની પોઝિટિવ બોડી-ઇમેજ દુનિયા સમક્ષ આવે છે અને વિશ્વના ડિઝાઇનરો આફ્રિકન કોસ્ચ્યુમને વાપરવા પ્રેરાય છે. સ્વાભાવિક રીતે જ આવી નબળી દલીલ કોઇના ગળે ઉતરતી નહોતી અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં આ સ્પર્ધામાં માથે બહુ માછલાં ધોવાઇ રહ્યા હતા. આશ્ચર્યજનક રીતે ત્યાંની નારીવાદી સંસ્થાઓએ એવી દલીલ કરી કે આ સ્પર્ધા ભલે વાહિયાત હોય, પરંતુ દુનિયામાં અન્યત્ર યોજાતી પાતળા સોટા જેવી સ્ત્રીઓની બ્યુટી-કોન્ટેસ્ટ કરતા તો ઓછી જ ખરાબ છે
 

વેબદુનિયા પર વાંચો