Bangladesh Violence: એક બાજુ ભાષણ, બીજુ બાજુ પિતાનુ ઘર ખાક, હવે ગુસ્સામાં શેખ હસીના લાલ, યુનુસ સરકારે આપી દીધી ચેતાવણી

ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (10:29 IST)
Bangladesh Unrest: બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનનુ ઢાકા સ્થિત રહેઠાણમાં બુધવારે પ્રદર્શનકારીઓએ એક મોટા સમુહે તોડફોડ કરીને આગ લગાવી દીધી. આ તોડફોડ એ સમયે થઈ જ્યારે તેમની પુત્રી અને અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીનાને ઓનલાઈન સંબોધિત કરી રહી હતી.  
 
બાંગ્લાદેશમાં જ્યારે આ સૂચના મળી કે  બુધવારે રાત્રે 9 વાગે શેખ હસીના સંબોધન આપવાની છે. ત્યારથી હસીના વિરોધી ગ્રુપ સક્રિય થઈ ગયુ. હસીનાના આ સંબોધન વિરુદ્ધ સોશિયલ મીદિયા પર બુલડોઝર જુલૂસનુ આહ્વાન કરવામાં આવ્યુ. જ્યારબાદ રાજઘાનીના ઘાનમંડી વિસ્તારમાં આવેલ શેખ મુજીબુર રહેમાનના ઘર સામે હજારો લોકો સાંજે ભેગા થઈ ગયા. હસીનાના સંબોધનના ઠેક પહેલા આ ઘરમાં તોડફોડ અને આગ લગાવવામાં આવી. 
 
ઉલ્લેખનીય છે  કે બાંગ્લાદેશની આઝાદીના થોડા વર્ષો પછી શેખ મુજીબુર રહેમાનનું અવસાન થયું હતું. ૧૯૭૫માં તેમની હત્યા કરવામાં આવી હતી. બાદમાં ઢાકામાં તેમના નિવાસસ્થાનને સ્મારક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું.
 
'મેં તમારા માટે કંઈ નથી કર્યું?'
હસીનાના ભાષણનું આયોજન છાત્ર લીગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે હાલમાં અવામી લીગની વિસર્જન પામેલી વિદ્યાર્થી પાંખ છે. ભૂતપૂર્વ વડા પ્રધાનને તેમના ભાષણ પહેલાં જ તેમના પિતાના ઘરે આગચંપી અને તોડફોડની માહિતી મળી હતી. આવી સ્થિતિમાં, તે ગુસ્સે દેખાતી હતી. તેણે કહ્યું, 'મેં તમારા માટે કંઈ નથી કર્યું?' શું મેં કામ નહોતું કર્યું? તો પછી મારા પિતાએ જ્યાંથી સ્વતંત્રતાનો નારો આપ્યો હતો ત્યાં મારા ઘરમાં તોડફોડ કેમ કરવામાં આવી? મને ન્યાય જોઈએ છે.
 
'ઇતિહાસ બદલો લે છે'
પોતાના સંબોધનમાં, શેખ હસીનાએ દેશવાસીઓને વર્તમાન શાસન સામે સંગઠિત પ્રતિકાર કરવા હાકલ કરી. બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની વર્તમાન સરકારનો ઉલ્લેખ કરતા હસીનાએ કહ્યું, "તેમની પાસે હજુ પણ એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનની કિંમતે મેળવેલી રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને તોડી શકે." તેમણે કહ્યું, 'તેઓ ઇમારત તોડી શકે છે, પણ ઇતિહાસ નહીં.' તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ પોતાનો બદલો લે છે.
 
શેખ હસીના ભારતમાં રહે  
ગયા વર્ષે બાંગ્લાદેશમાં શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનોએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને શેખ હસીના સરકારને ઉથલાવી દીધી. પરિસ્થિતિ એવી હતી કે હસીનાને બાંગ્લાદેશ છોડીને ભાગવું પડ્યું. હાલમાં તે ભારતમાં રહે છે. તેમના રાજકીય પક્ષના બધા મોટા નેતાઓ અને કાર્યકરો કાં તો જેલમાં છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે અથવા બાંગ્લાદેશમાં ક્યાંક છુપાયેલા છે. બાંગ્લાદેશમાં, શેખ હસીનાની પાર્ટી 'આવામી લીગ' સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને નિશાન બનાવવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર