Bangladesh Violence : બાંગ્લાદેશમાં આ જાણીતા અભિનેતા અને તેમના પિતાને બાંગ્લાદેશમાં ટોળાએ ઘેરીને કરી હત્યા

બુધવાર, 7 ઑગસ્ટ 2024 (11:43 IST)
shanto khan
Bangladesh Violence : બાંગ્લાદેશમાં હિંસા ઓછુ થવાનુ નામ નથી લઈ રહી. અહી અભિનેતા શાન્તો ખાન અને તેમના પિતાની ભીડે મારી મારીને હત્યા કરી નાખી. અભિનેતા શાન્તો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજીલ્લાના લક્ષ્મીપુર મૉડલ યૂનિયન પરિષદના અધ્યક્ષ હતા.  તે એક ફિલ્મ નિર્માતા અને નિર્દેશક પણ હતા. સોમવારે બંનેની મારી મારીને હત્યા કરવામાં આવી. બાંગ્લા ચલચિત્રએ સોશિયલ મીડિયા દ્વારા તેની પુષ્ટિ કરી છે. 
 
ઘરેથી ભાગતી વખતે લોકોએ મારી નાખ્યા 
રિપોર્ટ મુજબ શાંતો ખાન અને તેમના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથે જતી વખતે ફરક્કાબાદ બજારમાં ઉપદ્વવમાં સામેલ થઈ ગયા હતા. ત્યારબાદ જ તેમનો સામનો ભીડ સાથે થયો. એ સમયે તેમણે પોતાના હથિયારોથી ગોળી ચલાવીને ખુદને બચાવી લીધા હતા, પણ પછી હુમલાવરોએ સલીમ ખાન અને શાંતો ખાન પર હુમલો કરી તેમની હત્યા કરી નાખી. સલેમ ખાન મુજીબુર રહેમાન પર બનેલી ફિલ્મના પ્રોડ્યુસર હતા. 


 
બંને બાપ બેટા પર નોંધાયો છે કેસ 
સલીમ ખાન અને તેમના પુત્ર પર કેસ નોંધાયો છે. ચાંદપુર સમુદ્રી સીમા પર પદ્મા-મેઘના નદીમાં ગેરકાયદેસર રેતી ખનન માટે સલીમને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ માતે તેઓ જેલ પણ જઈ ચુક્યા હતા. હાલ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિરોધક આયોગે તેમના પુત્ર શાંતો ખાન વિરુદ્ધ પણ 3.25 કરોડની ગેરકાયદેસર મેળવવામાં સામેલ થવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. શાંતો પર સમય પર સંપત્તિની જાહેરાત ન કરવા અને ગેરકાયદેસર સંપત્તિ અર્જીત કરવાનો પણ આરોપ હતો. 
 
એક્ટર્સે સોશિયલ મીડિયા પર શેયર કરી ઘટના 
આ ઘટના પછી બાંગ્લા ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાં ખૂબ ભયનો માહોલ છે. અનેક બાંગ્લાદેશી ફિલ્મોમાં કામ કરી ચુકેલા ટોલીવુડ અભિનેતા જીતે એક્સ પર તેમને હિંસાના સામે આવેલા દ્રશ્યોને ચકનાચૂર કરનારા બતાવ્યા.  જીતે કહ્યુ કે બાંગ્લાદેશના લોકોએ મારી પ્રાર્થના છે કે તેઓ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળે. અમારી સામે જે ઘટનાઓ આવી છે તે દિલ કંપાવનારી છે. એક અન્ય બંગાળી સુપરસ્ટાર દેવે બાંગ્લાદેશી નિર્માતા સલીમ ખાન અને તેમના પુત્ર શાંતોની મારી મારીને હત્યા કરવાનો ઉલ્લેખ કર્યો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર