કેલિફોર્નિયામાં હિન્દુ મંદિર પર હુમલો
કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં શિવ દુર્ગા મંદિર પર શનિવારે હુમલો થયો હતો, જેમાં અજાણ્યા બદમાશોએ મંદિરમાં ઘૂસીને ચોરી કરી હતી. કેલિફોર્નિયામાં ઘણા સમયથી હિન્દુ મંદિરો પર હુમલા અને તોડફોડની ઘટનાઓ બની રહી છે. બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ના મંદિરોને નિશાન બનાવીને હિન્દુ સમુદાય અને ભારતીય અધિકારીઓની ચિંતા વધી રહી છે. ઉત્તર અમેરિકાના હિન્દુઓના ગઠબંધન (CoHNA) એ આ હુમલાની નિંદા કરી છે.