આજે સુષ્મા સવરાજ યુનોમાં નવાઝ શરીફને આપશે જવાબ

સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (15:21 IST)
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે યુનોમાં આજે પોતાના પ્રવચનમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને જડબાતોડ જવાબ આપી શકે છે. આજે સાંજે તેઓ ત્રાસવાદ સહિતના મુદ્દે પાકિસ્તાન ઉપર માછલા ધોસે.. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે યુનોમાં કાશ્મીરનો રાગ આલાપ્યો હતો તેનો જવાબ સુષ્મા કેવો આપે છે ? તેના ઉપર સૌની નજર કેન્દ્રીત થઇ છે.
 
આજે યુનોમાં સુષ્મા સ્વરાજનું પ્રવચન શરૂ થવાનુ છે. જેમાં તેઓ ત્રાસવાદનો મુદ્દો કેન્દ્ર સ્થાને રાખી ત્રાસવાદ એ માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે તેવુ જણાવશે. સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની પુરેપુરી તૈયારી કરી લીધી છે. તેઓ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ વિરૂધ્ધ વ્યાપક સમજુતી એટલે કે સીસીઆઇટી ઉપર આમ સહમતી ઉપર ભાર મુકશે. આ સમજુતી 1996માં ભારતે શરૂ કરી હતી.    સુષ્મા સ્વરાજ પણ એક સારા વકતા કહેવાય છે અને તેઓ આજે ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલા અંગે પાકિસ્તાનને તેમની આગવી ભાષામાં ઝાટકશે એ નક્કી છે. પાક પ્રેરીત ત્રાસવાદનો મુદો તેઓ છેડી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય પોલ ખોલશે. 

વેબદુનિયા પર વાંચો