Asim Munir India threat: ૧૯૭૧નો બદલો ભારતને તોડીને લઈશું...', અમેરિકામાં અસીમ મુનીરની ધમકીઓ, કાશ્મીર પર ઝેર ઓક્યું

બુધવાર, 18 જૂન 2025 (13:20 IST)
Asim Munir India threat: પાકિસ્તાનના નવા ફિલ્ડ માર્શલ તરીકે નિયુક્ત થયેલા અસીમ મુનીર અમેરિકામાં છે. આ દરમિયાન તેમણે પાકિસ્તાની સમુદાયને પણ સંબોધિત કર્યો. આજે તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા જઈ રહ્યા છે. આ દરમિયાન, તેમના સંબોધનમાંથી ઘણી વાતો બહાર આવી છે. મુનીરે કહ્યું કે પાકિસ્તાને તાજેતરમાં ૪ દિવસ સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષમાં જીત મેળવી છે. મુનીરે ભારતને પડકાર ફેંકતા કહ્યું કે ૧૯૭૧ના યુદ્ધનો બદલો લેવામાં આવશે. આ દરમિયાન મુનીરે કાશ્મીર વિશે પણ નિવેદન આપ્યું.

ભારત સામે પાંચ મોરચે યુદ્ધ લડ્યું
આ વાતો પાકિસ્તાની પત્રકાર એજાઝ સૈયદે એક ટોક શો દરમિયાન કહી હતી. મુનીરના ભાષણનો ઉલ્લેખ કરતા સૈયદે કહ્યું કે તેમણે ભારતને તોડવા અને 1971ના યુદ્ધનો બદલો લેવાની વાત કરી હતી. મુનીરે કહ્યું કે અમે ચીન સાથે મળીને ભારત સામે યુદ્ધ લડ્યું હતું. એટલું જ નહીં, મુનીરે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા હુમલાને આતંકવાદી હુમલો માનવાનો ઇનકાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર