અમેરિકામાં 'પરસેવો' નીકળતા અને 'અલ્લાહ' બોલતા મુસ્લિમ દંપતિને વિમાનમાંથી ઉતાર્યા

શનિવાર, 6 ઑગસ્ટ 2016 (13:56 IST)
પાકિસ્તાની મૂળના અમેરિકી દંપતીને ધાર્મિક આધાર પર ભેદભાવનો સામનો કરવો પડ્યો છે. પરસેવો આવતા અને અલ્લાહ બોલવાને કારણે નાજિયા અને ફૈસલ અલીને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. 
 
ડેલ્ટા એયરલાઈંસ વિમાન પેરિસથી સિનસિનાટી આવી રહ્યો હતો. નાજિયા વિમાનમાં બેસ્યા પછી પોતાના માતા પિતાને મેસેજ કરી રહી હતી.   પાસે ફેસલ પણ બેસ્યો હતો. ફ્લાઈટની અટેડેંટે પાયલોટને મહિલા દ્વારા હિઝાબ પહેરીને ફોનનો ઉપયોગ કરવા અને પુરૂષને પરસેવો આવવાની ફરિયાદ કરી હતી. 
 
અટેડેંટએ ફૈસલ પર મોબાઈલ સંતાડવાની કોશિશ કરવા અને દંપતી દ્વારા અલ્લાહ બોલવની પણ વાત કરી. પાયલોટે ગ્રાઉંડ સ્ટૉફ સાથે સંપર્ક સાધીને દંપતીને ફ્લાઈટમાંથી ઉતરવાનુ કહ્યુ. નાજિયાએ કાઉંસિલ ઓફ અમેરિકી ઈસ્લામિક રિલેશંસને જણાવ્યુ કે તેઓ 
 
લગભગ 45 મિનિટ સુધી સીટ પર બેસ્યા હતા.  ફ્રાંસીસી પોલીસકર્મચારીએ પૂછપરછ પછી તેમને છોડી દીધા. 

વેબદુનિયા પર વાંચો