શિક્ષકે શોર્ટ ડ્રેસને લઈને ઠપકો આપ્યો તો વિદ્યાર્થીનીએ ઉતાર્યા બધા કપડાં

શુક્રવાર, 11 મે 2018 (17:44 IST)
અમેરિકાની જાણીતી કોર્નલ યુનિવર્સિટીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રોફેસરે એક વિદ્યાર્થીનીને ખૂબ જ શોર્ટ ડ્રેસ માટે ટોકી તો તેણે તેમના વિરોધમાં બધા કપડા ઉતારી નાખ્યા. બે ડઝન અન્ય વિદ્યાર્થીનીઓએ પણ પ્રોફેસરના વિરોધમાં પોતાના કપડા ઉતારી નાખ્યા.  વિદ્યાર્થીનીની ઓળખ લેટિટિયા ચેઈના રૂપમાં થઈ છે.  ચેઈએ થીસિસ પ્રેજેંટેશન દરમિયન વિરોધમાં કપડૅઅ ઉતારીને ત્યા હાજર અન્ય લોકોને પણ આશ્વર્યમાં નાખી દીધા.  ઉલ્લ્કેહનીય છે કે પ્રો. રેબેકાએ ચેઈને કહ્યુ હતુ કે તને  નથી લાગતુ કે ટેસ્ટ દરમિયન તે  જે કપડા પહેર્યા છે તે વધુ પડતા શોર્ટ છે.  ચેઈએ આ સમગ્ર ઘટના પર ફેસબુક પોસ્ટ લખીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. 
 
વિદ્યાર્થીની લખ્યુ કે પહેલી વાત તો જે પ્રોફેસરે મને કરી હતી એ  એ હતી કે મે જે પહેર્યુ હતુ શુ તે વાસ્તવમાં પહેરવુ જોઈતુ હતુ. પ્રોફેસરે આખા ક્લાસ સામે આ વાત કરી હતી.  તેમણે કહ્યુ હતુ કે હુ આટલા નાના કપડા પહેરીને વિદ્યાર્થીઓને આમંત્રિત કરી રહી છુ કે તેઓ મારા પ્રેજેંટેશનને બદલે મને જુએ.  હુ આ વાતથી એટલી ચોંકી ગઈ કે આનો શુ જવાબ આપવો.  જો કે કેટલાક વિદ્યાર્થીઓએ ચેઈનુ સમર્થન કરતા પ્રોફેસરની આપત્તિ પર જ સવાલ ઉઠાવ્યો.  ન્યૂયોર્ક પોસ્ટ મુજ એક વિદેશી વિદ્યાર્થીએ પ્રોફેસર રેબેકાનો પક્ષ લીધો અને કહ્યુ કે ચેઈનુ આ નૈતિક દાયિત્વ છે કે આ એ યોગ્ય કપડા પહેરે. 
 
ચેઈએ જણાવ્યુ કે તેને રડતા પ્રોફેસરનુ સમર્થન કરનારા વિદ્યાર્થીને પૂછ્યુ હતુ શુ મે નૈતિક રૂપે તમને નુકશાન પહોંચાડ્યુ છે. આ ઘટના પછી તે પ્રેજેંટેશન રૂમમાંથી બહાર આવી હતી. ચેઈએ આગળ લખ્યુ કે પ્રોફેસર આટલેથી જ રોકાયા નહી. તેમને બહાર આવીને મને પુછ્યુ કે આ કપડૅઅ વિશે મારી મા શુ વિચારે છે.   તેમણે કહ્યુ હતુ કે પ્રોફેસરે કહ્યુ હતુ કે  તેમની પણ એક પુત્રી છે અને તે તેને લઈને ચિતિત છે.  ચેઈએ તેનો જવાબ આપતા કહ્યુ હતુ મારી મા ફેમિનિસ્ટ (મહિલા અધિકારવાદી) છે. તે પ્રોફેસર છે અને જેંડર અને સેક્સુઅલિટી સ્ટડીઝ ભણાવે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ શાળા-કોલેજમાં ભણનારી વિદ્યાર્થીનીઓના કપડાને લઈને પણ સવાલ ઉભા થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર