/>
જી હા, આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સમાં રહેતી વકીલ-પત્રકાર અલેજાન્દ્રા મેરિસા રોડ્રિગ્ઝે 60 વર્ષની ઉંમરે મિસ યુનિવર્સ બ્યુનોસ આયર્સનો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. વિશ્વભરમાં સૌંદર્ય સ્પર્ધાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ વૃદ્ધ મહિલાએ આ ખિતાબ જીત્યો છે.
એલેજાન્ડ્રા મેરિસા એટલી સુંદર છે કે તેને જોઈને કોઈ કહી શકતું નથી કે તે 60 વર્ષની છે. ઉલટું તેને 60 વર્ષની અપ્સરા કહેવામાં આવી રહી છે. આ ખિતાબ જીત્યા બાદ એલેજાન્દ્રા મેરિસા હવે મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભાગ લેશે. જો તે જીતશે, તો તે મિસ યુનિવર્સ 2024માં વિશ્વમાં આર્જેન્ટિનાને રજૂ કરશે. જોકે, હાલમાં તે સૌંદર્ય સ્પર્ધાના ઈતિહાસમાં તાજ પહેરનાર પ્રથમ વૃદ્ધ સૌંદર્ય બની ગઈ છે. દુનિયાભરના સમાચારોમાં તેની ચર્ચા થાય છે.