23ની વયમાં જ બની ગઈ 11 બાળકોની માતા, જોઈએ છે 100 બાળકોનો પરિવાર

શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (16:27 IST)
રૂસમાં રહેનારી 23 વર્ષની ક્રિસ્ટિના ઓજ્ટર્કએન બાળકો પ્રત્યે ખૂબ વધુ પ્રેમ છે. આ જ કારણ છે કે તે યંગ વયમાં જ 11 બાળકોનુ પાલન પોષણ કરી રહી છે.  જો કે બાળકોને લઈને તેની ઘેલછા અહી સુધી જ ખતમ થતી નથી અને તે ભવિષ્યમાં પણ અનેક બાળકોની માતા બનવા માંગે છે.  
 
ન્યુઝફેલ્શ મીડિયા સાથે વાતચીતમાં ક્રિસ્ટિનાએ કહ્યુ કે મે છ વર્ષ પહેલા એક પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદમે આ બાળકોને જન્મ નથી આપ્યો અને અમે સરોગેસીની મદદથી જ બાળકો જન્મ્યા છે. આ બધા બાળકો અમારા જેનેટિક્સના જ છે. અમે જો કે અનેક બાળકો પેદા કરવા માંગીએ છીએ. 
 
આ અપરક્લાસ કપલે  પોતાના સોશિયલ  મીડિયા એકાઉંટ પર કહ્યુ હતુ કે તેઓ 105 બાળકો ઈચ્છે છે. જ્યારબાદ તેમની આ પોસ્ટ વાયરલ થવા માંડી હતી. જો કે ત્યારબાદ ક્રિસ્ટિનાએ કહ્યુ કે અમે સંખ્યાને લઈને ચોક્કસ નથી.  પણ એટલુ જરૂર છે કે અમે 11 પર રોકાઈએ નહી. અમે ફાઈનલ નંબર પર નિર્ણય કરી શક્યા નથી. મને લાગે છેકે દરેક વસ્તુનો એક ટાઈમ હોય છે. અને અમે એના હિસાબથી વિચાર કરી રહ્યા છે
 
આ પરિવાર જોર્જિયાના બાતુમી શહેરમાં રહે છે. આ શહેરમાં સરોગેસી ગેરકાયદેસર નથી અને સરોગેટ મહિલાઓને પ્રેગ્નેંસી માટે ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી.  જો કે સરોગેસીની મદદથી બાળકો પેદા કરવાની સંપૂર્ણ પ્રક્રિયાની કિમંત લગભગ 8 હજાર યૂરો  એટલે કે 7 લાખ રૂપિયા છે. જો આ ફેમિલી 100 બાળકો ઈચ્છે છે તો સરોગેસીની મદદથી તેમના 70 કરોડ રૂપિયા ખર્ચ થઈ શકે છે. 
 
ક્રિસ્ટિનાને કહ્યુ કે બાતુમીમાં જે ક્લીનિકમાં અમે સરોગેસી માટે જઈએ છી તે જ અમારી માટે સરોગેટ મહિલાઓની પસંદગી કરે છે અને આ સંપૂર્ણ પ્રર્કિયાની જવાબદારી તેમની હોય છે. અમે પર્સનલ રૂપે આ સરોગેટ મહિલાઓના સંપર્કમાં હોતા નથી અને ન તો અમારો તેમની સાથે કોઈ ડાયરેક્ટ કૉન્ટેક્ટ હોય છે. આની જવાબદારી ક્લીનીક જ હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર