ભિખારીએ લગભગ 20 હજાર લોકોના જમણવાર પર સવા કરોડ ખર્ચ કર્યા Viral video

મંગળવાર, 19 નવેમ્બર 2024 (08:51 IST)
Viral pakistani video- પાકિસ્તાનમાંથી એક વિચિત્ર સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભિખારીએ એ કામ કરી બતાવ્યું જે મોટા કરોડપતિ અને અમીર લોકો પણ નથી કરી શકતા. ભિખારીએ લગભગ 20 હજાર લોકોનુ જમણવાર કર્યુ આ માટે તેણે લગભગ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. એટલું જ નહીં ભિખારીએ જમણવાર માટે આવતા લોકો માટે બે હજારથી વધુ વાહનોની વ્યવસ્થા પણ કરી હતી.

જમણવાર  પર 1.25 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો
આ મામલો પાકિસ્તાનના ગુજરાનવાલામાં એક ભિખારી પરિવાર સાથે સંબંધિત છે. પરિવારે લગભગ 20,000 લોકો માટે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. તેની ભવ્યતા આના પરથી જાણી શકાય છે કે આ માટે પરિવારે લગભગ 1.25 કરોડ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા હોય.

 
જમણવાર શા માટે આપવામાં આવ્યો?
વાસ્તવમાં પરિવારે તેમની દાદીના મૃત્યુના 40માં દિવસે આ ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું. પરિવાર દ્વારા લગભગ 20 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનોનું પરિવહન તેમજ 2000 જેટલા વાહનોની વ્યવસ્થા પણ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાનવાલામાં રહેવલી રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું.

ALSO READ: હિંદુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમો ફેલાવી રહ્યા છે 'જીમ જેહાદ', મહિલાઓ સાથે 'ગંદી' વાત, વાયરલ વીડિયોમાં કેટલું સત્ય છે

શા માટે ભોજ આપવામાં આવ્યો?
વાસ્તવમાં પરિવારે તેમની દાદીના મૃત્યુના 40માં દિવસે આ ભવ્ય મિજબાનીનું આયોજન કર્યું હતું. પરિવાર દ્વારા લગભગ 20 હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનોનું પરિવહન તેમજ 2000 જેટલા વાહનોની વ્યવસ્થા પણ કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ગુજરાનવાલામાં રહેવલી રેલવે સ્ટેશન પાસે કરવામાં આવ્યું હતું.

 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર