મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઈએએ ભારત અને પાકિસ્તાન બંને દેશોને મદદ કરી હતી.
વોશિગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા એક રીપોર્ટ મુજબ સીઆઈએ દ્વારા આ હુમલા સાથે સંકળાયેલા ખુબ જ સંવેદનશીલ પુરાવાઓને શોધવા ભારત અને પાકિસ્તાનને મદદ કરી હતી. તેમજ સીઆઈએએ આ તપાસમાં તટસ્થ ભૂમિકા ભજવી હતી.
આ રીપોર્ટનાં જણાવ્યા મુજબ ભારત અને પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ સાથે સીઆઈએ દ્વારા પુરાવાઓનું આદાન પ્રદાન કરીને બંને દેશો વચ્ચેની ખટાશ ઓછી કરવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.