26/11ના માસ્ટરમાઈંડ લખનવીને પાક. કોર્ટે આપી જામીન, હજુ કેટલા સબક લેશે પાકિસ્તાન ?

ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (16:34 IST)
26/11ના મુંબઈ હુમલાના એક મુખ્ય આરોપી જકી-ઉર-રહેમાન લખવીની જામીનને મંજુરી મળી ગઈ છે. લખવી આ સમય રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે. 
 
લખવી પર મુંબઈ હુમલા માટે આવેલ આતંકવાદીઓને પ્રશિક્ષણ આપવાનો અને હુમલા દરમિયાન તેમને દિશા-નિર્દેશ આપવાનો આરોપ છે. ભારતે પાકિસ્તાનથી લખવીના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા કે પછી તેને ભારતને સોંપવાની માંગ કરી હતી. પણ પાકિસ્તાન આ માટે રાજી નહોતુ થયુ. 
 
આ મામલે પાકિસ્તાનની તપાસ એજંસીઓની તપાસ પર પણ સવાલ ઉઠતા રહ્યા છે અને હવે લખવીને જામીન મળવાથી તેના પર મોહર લાગતી પણ દેખાય રહી છે. ભારત સતત કહેતુ રહ્યુ છે કે પાકિસ્તાની તપાસ એજંસીઓ મુંબઈ હુમલાની તપાસને લઈને ગંભીર નથી. લશ્કરે સાથે જોડાયેલ સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ પણ મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી છે. 

હવે સવાલ એ છે કે બે દિવસ પહેલા જ 141 નિર્દોષ બાળકોનુ લોહી વહેવા છતા પાકિસ્તાને કોઈ પાઠ નથી ભણ્યો ? ક્યા સુધી તે આ રીતે આતંકવાદીઓ પ્રત્યે નરમ વલણ બતાવતુ રહેશે ? 26/11ના માસ્ટર માઈંડ દ્વારા પેશાવર અટેક માટે ભારત તરફ આંગળી ચીંધવાના નિવેદનને ધ્યાનમાં રાખીને તો ક્યાક પાકિસ્તાને ભારતના દુશ્મનને છોડીને ખુશ થવાનુ મન તો નથી બનાવ્યુ ને ? પણ પાકિસ્તાન એ ન ભૂલે કે આતંકવાદીઓને સહાયતા કરવાની પાકિસ્તાનની આ કુટેવ એક દિવસ સમગ્ર પાકિસ્તાન માટે મુસીબત ઉભી કરી શકશે.. જેનો પુરાવો પેશાવરના નિર્દોષ બાળકોના મોત છે. 
 
કોણ છે જકી-ઉર-રહેમાન લખવી  ? 
 
-જકી-ઉર-રહેમાન લખવી લશ્કર-એ-તૈયબાનો કમાંડર છે 
- તે 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈંડ છે 
- મુંબઈ પર હુમલાનો પુરો પ્લાન લખવીએ જ તૈયાર કર્યો હતો 
- હુમલાનુ સ્થાન અને સમય લખવીઈ જ નક્કી કર્યુ હતુ 
- 26 નવેમ્બર 2008ના રોજ કસાબ સહિત 10 આતંકવાદીઓએ કર્યો હતો મુંબઈ પર હુમલો 
- હુમલા દરમિયાન લખવી જ સેટેલાઈટ ફોન પર આતંકવાદીઓને આદેશ આપી રહ્યો હતો. 
- કરાંચીમાં બનેલ કંટ્રોલ રૂમમાં બેસેલો હતો લખવી 
- 7 ડિસેમ્બર 2008ના રોજ પાક અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાંથી થઈ હતી ધરપકડ
- પાકિસ્તાને લખવીને ભારતના હવાલે કરવાની ના પાડી હતી. 
- પાકિસ્તાને પોતે 26/11 પર કેસ ચલાવવાનો નિર્ણય કર્યો. 
- 25 નવેમ્બર 2009ના રોજ લખવી સહિત સાત લોકો પર આરોપ સાબિત થયા હતા. 
- હાલ રાવલપિંડીની જેલમાં બંધ છે લખવી..

વેબદુનિયા પર વાંચો