16 દેશોમાં સ્વાઈન ફ્લુ

ભાષા

રવિવાર, 3 મે 2009 (18:28 IST)
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ દુનિયાભરમાં આગળ વધી રહેલાં ખતરનાક ઈન્ફ્યુએન્ઝા એ એચએન 1 (સ્વાઈન ફ્લુ) અંગે રીપોર્ટ જાહેર કર્યો છે. આ ફ્લુનાં 658 કેસ સામે આવ્યા છે. તેમજ તે 16 દેશમાં 17 લોકોનાં મોત થઈ ચુક્યા છે.

WHOએ આ રોગને લઈને પોતાનો એલર્ટ ઉચ્ચતમ સ્તર પર વધારી દીધું છે. તેનો મતલબ કે તે સમગ્ર વિશ્વમાં મહામારીનું સ્વરૂપ લઈ શકે છે. તેમજ અધિકારીક રીતે તેના 658 રોગીઓ સામે આવ્યા છે. જ્યારે 17 લોકોનાં મોત થઈ ચુક્યાં છે.

વિશ્વમાં મેક્સિકો રોગમાં સૌથી આગળ છે. ત્યાં એચ એન 1ને કારણે 16 લોકોનાં મોત થયા છે. તેમજ 397 રોગીઓ પીડિત છે.

વેબદુનિયા પર વાંચો