116 લોકોની સાથે એક વધુ વિમાન ગાયબ

ગુરુવાર, 24 જુલાઈ 2014 (18:13 IST)
અલ્જીરિયામાં ઉડાન વિભાગના અધિકારીઓનુ કહેવુ છે કે તેમનુ એક એયર અલજેરી વિમાન સાથે સંપર્ક તૂટી ગયો છે. અધિકારીઓનુ કહેવુ છે કે ફ્લાઈટ એએચ 5017 માં 110 મુસાફરો સવાર હતા અને ચાલક દળના છ સભ્ય હતા. 
 
અધિકારીઓનુ કહેવુ છે કે આ વિમાને બુર્કિના ફાસોથી ઉડાન ભરી હતી અને 50 મિનિટ પછી જ તેનો સંપર્ક તૂટી ગયો. 
અલ્જીરિયાની સમાચાર એજંસી એયરલાઈનના હવાલાથી આ યાત્રી વિમાનને છેલ્લીવાર ગ્રીનિચ સમયમુજબ સવારે એક વાગીને 55 મિનિટ પર જોવામાં આવ્યુ હતુ. 
 
જૈસીનુ કહેવુ છે કે એયર અલ્જેરીએ આપાત યોજના લાગૂ કરી દીધી છે અને સ્પેનિશ એયરલાઈન સ્વિફ્ટએયરથી ભાડાથી એક વિમાન પણ લેવામાં આવ્યુ છે. 
 
સ્વિફ્ટએયરની તરફથી રજૂ કરવામાં આવેલ એક વક્તવ્ય મુજબ તે વિમાન એમડી 83 હતુ અને એ વિમાન સાથે સંપર્ક નથી કરી શકતા. આ વિમાનને સ્થાનીક સમય મુજબ સવારે 5 વાગીને 10 મિનિટ પર ઉતરવાનુ હતુ.  

વેબદુનિયા પર વાંચો