100 આતંકવાદીઓને મારનારી સુંદરીનુ માથુ વાઢી નાખ્યુ

મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (13:18 IST)
ઈસ્લામી સ્ટેટને ટક્કર આપી રહેલ કેટલાક બહાદુર લડાકુઓમાની એક રેહાના થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચિત હતી. તેના સાહસ અને વીરતાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. એક જર્નલિસ્ટે તેના ફોટો સાથે લખ્યુ હતુ કે આ વીરાંગનાને કોબાની પાસે ઈસ્લામી સ્ટેટના 100 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. 
 
રેહાનાની આ તસ્વીરો 50 હજારથી વધુ વાર રીટ્વીટ કરવામાંઅ અવી. હવે સમાચાર આવી રહ્યા છે કે આઈએસ આતંકઈઓએ રેહાનાને બંધક બનાવી તેનુ માથુ ઘડથી અલગ કરી નાખ્યુ.  આતંકી સંગઠનનો દાવો છે કે તેમણે રેહાનાની હત્યા કરી નાખી છે. 
 
હાથમાં રેહાનાનુ કાપેલુ માથુ લઈને આતંકવાદીનો આ ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. સીરીયાઈ સીમા પર કોબાની પર કબજો જમાવવા માટે ઈસ્લામી સ્ટેટના આતંકવાદી સતત કોશિશ કરી રહ્યા છે.  કુર્દ લડાકોની મહિલા એકમ 42 દિવસથી આ આતંકવાદીઓ સાથે લડી રહી છે. 

વેબદુનિયા પર વાંચો