હ્રદયરોગ અટકાવવા જાદુઇ ગોળી !

ભાષા

મંગળવાર, 31 માર્ચ 2009 (12:23 IST)
N.D

વિશેષજ્ઞોએ એક એવી જાદુઇ ગોળી તૈયાર કરી છે કે જેના સેવનથી સ્વસ્થ લોકોને હ્રદય રોગનો હુમલો થવાની આશંકા અંદાજે 50 ટકા સુધી ઘટી જાય છે. એક અધ્યનના અનુસાર આ જાદુઇ ગોળી હ્રદય રોગની આશંકાને અડધી કરી શકાય છે. શોધ મુજબ આ જાદુઇ ગોળીમાં ઓછી માત્રામાં એસ્પીરીન અને અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રક્તચાપ અને કોલેસ્ટ્રોલને ઓછો કરી હ્રદય રોગની આશંકાને ઘટાડે છે.

સંશોધન કર્તા ટીમનું નેતૃત્વ કરતા સલીમ યુસુફે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીની વાર્ષિક બેઠકમાં પત્રકારોને આ જાદુઇ ગોળી અંગે જણાવ્યું હતું કે, આ જાદુઇ ગોળીમાં હ્રદયરોગની આશંકા 60 ટકા અને હ્રદય રોગ હુમલાની આશંકા 50 ટકા ઓછી કરે છે. તેમણે કહ્યું કે, માત્ર એક ગોળી ખાવાથી હ્રદયરોગ સંબંધી ખતરો ઓછો કરવાની વાતથી લોકો ખુબ પ્રભાવિત છે. આ શોધ હ્રદયરોગના અટકાવમાં ક્રાંતિ લાવશે.

વેબદુનિયા પર વાંચો