શારીરિક અક્ષમતા સામે લડી રહેલ બાળક આજકાલ મોઢાની મદદથી લખવાનુ સીખી રહ્યો છે. તેની પ્રિસિપલ જણાવે છે કે બીજા ધોરણનો હોવા છતા પણ તે ચોથા ધોઅરણના મેથ્સના પ્રશ્નો સોલ્વ કરી લે છે. પણ તે આવુ હંમેશાથી નહોતો. પહેલા તે પોતાની શારીરિક નબળાઈઓથી અસુરક્ષાની ભાવના સામે લડી રહ્યો હતો. પોતાના મિત્રો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરતો હતો.
પણ હવે તે શાળાનો નિયમિત વિદ્યાર્થી છે. છતા પણ તે શાળામાં જવા આવવા માટે બીજા પર નિર્ભર છે. પણ તેના મિલનસાર સ્વભાવ અને તેની સ્માઈલથી તે શાળામાં સૌનો લાડકવાયો બન્યો છે. તેની મા જણાવે છે કે તેમને પ્રેગનેંસી દરમિયાન પોતાના પુત્રની આ સ્થિતિ વિશે જાણ નહોતી અને પુત્રના જન્મ પછી તેમને નહોતુ કહ્યુ કે બાળકના બંને હાથ પગ નથી.