સ્કોટલેંડને આઝાદ નથી થવુ, બ્રિટન સાથે જ રહેશે

શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2014 (16:34 IST)
બ્રિટનથી જુદા થઈને સ્વતંત્ર દેશ બનવા અંગે સ્કોટલેંડમાં કરાયેલા જનમત સંગ્રહના પરિણામો આવી ગયા છે. સ્કોટલેંડની 32 કાઉંન્સિલમાંથી 21નો મત ના છે જ્યારે ચારનો મત હા છે. 
 
અહી સૌથી પહેલા પરિણામો ક્લાકમેનેશરથી આવ્યા. જ્યારે 19.036 લોકોએ ના કહી જ્યારે 16.350 લોકોએ સ્કોટલેંડની સ્વતંત્રતાના પક્ષે મતદાન કર્યુ હતુ. 
 
ક્લોકમેનેશરમાં 89 ટકા મતદાન થયુ હતુ.  બીજા પરિણામો સ્થાનિક કાઉન્સિલ ઓર્કોનીનું જાહેર થયુ છે. અહી સ્કોટલેંડના અલગ થવાના પક્ષે 48/883 લોકોએ મત આપ્યો છે. જ્યારે બાકીને 10004 લોકોનો જવાબ ના છે. ઓર્કોનીમાં 83.7 ટકા મતદાન થયુ હતુ. 
 
જનમત સંગ્રહ માટે મતદાઓને જે ચબરખી આપવામાં આવી હતી તેમા લખ્યુ હતુ શુ સ્કોટલેંડને સ્વતંત્ર દેશ બનવુ જોઈએ ? 
 
મતદાતાઓએ હા અને ના રૂપે જવાબ આપવાનો હતો.  
 

વેબદુનિયા પર વાંચો