સુરક્ષા બજેટને વધારી શકે છે બુશ

વાર્તા

શુક્રવાર, 21 નવેમ્બર 2008 (11:17 IST)
અમેરિકાના રાષ્ટ્રપતિ જોર્જ ડબલ્યું બુશ અને રક્ષા મંત્રી રાબર્ટ ગેટ્સ રાષ્ટ્રપતિ ચૂંટાયેલા બરાક ઓબામાને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે સૈન્ય બજેટમાં વૃધ્ધિ કરવાની સિફારિશ કરી શકે છે.

પેટાગનમાં હથિયારો ખરીદવા સંબંધિત ઉચ્ચ અધિકારી જોન યંગે કહ્યુ કે રક્ષા ખર્ચને જોતા રાષ્ટપતિ અને રક્ષા મંત્રી દ્વરા બજેટ વધારવાની સિફારિશ કરવામાં આવશે, પરંતુ આ વૃધ્ધિ કેટલી થશે એ હજુ નક્કી નથી.

એવુ પૂછતા કે રિપોર્ટોમાં નાણાકીય વર્ષ 2010 માટે 56 અરબ ડોલરના રક્ષા બજેટની સિફારિશ કરવામાં આવી રહી છે તો તેમણે જવાબ આપ્યો કે તેમણે પણ આ પ્રકારના આંકડા જોયા છે.

તેમણે કહ્યુ કે રક્ષા બજેટના મોટા ભાગના રૂપિયા વૈશ્વિક આતંકવાદ સામે લડવા માટે રહેશે.

તેમણે જણાવ્યું કે પેટાગન ઈચ્છે છે કે આ પ્રકારના અભિયાન માટે સમય સમય પર અનુરોધ કરીને રૂપિયા લેવાને બદલે બજેટમાં જ આની પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો