સહાય ગમે તે ઘડીએ બંધ !

ભાષા

રવિવાર, 24 મે 2009 (17:56 IST)
પાકિસ્તાનને ચાર વર્ષ દરમિયાન 9.1 અરબ ડોલરની સહાયતા કરવામાં આવી છે જોકે 2010 બાદ આ સહાયતા રોકી પણ શકાય છે. અમેરિકામાં પસાર કરાયેલા એક ઠરાવ મુજબ 2010 બાદ અમેરિકી રાષ્ટ્રપતિ નક્કી કરશે કે પાકિસ્તાન પરમાણું અપ્રસાર સંબંધી પ્રયાસો અને આતંકવાદીઓ સામે લડવામાં સહયોગ આપે છે કે નહીં.

વિદેશ બાબતોની સદન કમિટી દ્વારા તાજેતરમાં જ પસાર કરાયેલા પાકિસ્તાન એન્ડયોરિંગ એન્ડ કોઓપરેશન એન્હૈસમેન્ટ પીસ અધિનિયમ અંતગર્ત વર્ષ 2010 બાદ પાકિસ્તાનને આપવામાં આવતી સહાયતા રોકી પણ શકાય છે. આ બાબતોની વિચારણા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ આ અંગે નિર્ણય કરશે.

વેબદુનિયા પર વાંચો