'વૈસલીન મૈન' ડઝનો મહિલાઓ પર બળાત્કાર કરી ચુક્યો હતો, ફાંસી પર લટકાવ્યો

સોમવાર, 6 જૂન 2016 (15:54 IST)
એક કુખ્યાત સીરિયલ રેપિસ્ટના આતંકથી એક શહેરને ત્યારે રાહત મળી જ્યારે અધિકારીઓએ કેસ ચલાવ્યા પછી તેને સજા-એ-મોત આપી. ઈરાનના અધિકારીઓએ દક્ષિણી શહેર શિરાજમાં ડઝનો મહિલાઓ સાથે બળાત્કારના દોષી વ્યક્તિને ફાંસી પર લટકાવી દીધો છે. 
 
આ હેવાનની ઓળખ ફક્ત અમીન ડી ના રૂપમાં કરવામાં આવી છે.  તેનો આતંક એટલો હતો કે લોકો રાત્રે રસ્તા પર  પહેરો ભરતા હતા.  પણ આ ચાલાક બદમાશ ડઝન ઉપરાંત મહિલાઓ સાથે રેપ કરી ચુક્યો હતો.  21 વર્ષના આ વ્યક્તિને અમીન ડી ને કોર્ટે રેપ માટે દોષી ઠેરવતા તેની ફાસીની સજા પર મોહર લગાવી.  અમીન ઈરાની મીડિયા અને લોકો વચ્ચે વૈસલીન મૈનના નામે કુખ્યાત હતો. ઈરાની અધિકરીએઓ જણાવ્યુકે અમીનને શિરાજ શહેરમાં ફાંસી પર લટકાવ્યો.  તે રાત્રે અંધારામાં ઘરમા ઘુસીને મહિલાઓ પર હુમલો કરતો હતો. 
 
અમીન વૈસલીન મૈનના નામથી એ માટે જાણીતો થયો કે તે મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતા પહેલા પોતાના શરીર પર વૈસલીન લગાવી લેતો જેથી તેને કોઈ પકડી ન શકે. 
 
અમીન વૈસલીન મૈનના નામથી કુખ્યાત હતો. કારણ કે તે રાત્રે ઘરમાં ઘુસતા પહેલા પોતાના શરીર ગ્રીસ લગાવતો હતો અને અપરાધને અંજામ આપતો હતો. પણ છેવટે તે સીસીટીવી ફુટેજની મદદથી પકડાઈ ગયો અને ડીએનએ પુરાવાના આધાર પર દોષી ઠેરવાયો. 

વેબદુનિયા પર વાંચો