લોકોના દિલ લૂંટનારી શકીરા પોતે લૂંટાઈ ગઈ !

શુક્રવાર, 15 એપ્રિલ 2011 (12:15 IST)

. મેક્સિકોમાં પોપસ્ટાર શકીરા જ્યા પોતાના ગીતોથી લોકોના દિલ ચોરી લે છે ત્યા તેમના આ કાર્યક્રમમાં કોઈ એવુ પણ હતુ જે તેમને લૂંટવાની યોજના બનાવી રહ્યુ હતુ. પોતાની વાહવાહીથી ખુશ શકીરા સાથે હાથ મેળવતાની સાથે જ લૂટારુએ તેમની અંગૂઠી પર હાથ સાફ કરી નાખ્યો.

N.D

દિલકશ કોલંબિયાઈ ગાયિકા પોતાના પ્રશંસકોને જ્યારે મળી રહી હતી એ દરમિયાન આ ઘટના બની. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોને યૂટ્યુબ પર રજૂ કરવામાં આવ્યો છે. ચોર એટલો બદમાશ હતો કે તે શકીરાની સાથે સાથે તેના શકીરાના બોડીગાર્ડની આંખોમાં પણ ધૂળ નાખી.

જો કે શકીરાને ચોરીનો અહેસાસ થવા છતા તેમણે પ્રશંસકો માટે પોતાનો કાર્યક્રમ આગળ ચાલુ રાખ્યો.

વેબદુનિયા પર વાંચો