લંડનમાં બિલાવલ ભુટ્ટો પર ઈંડા અને ટામેટાનો વરસાદ

સોમવાર, 27 ઑક્ટોબર 2014 (14:56 IST)
તાજેતરમાં જ પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેલ બિલાવલ ભુટ્ટો પર ઈંડા અને ટામેટાનો વરસાદ ફેંકવામાં આવ્યો છે. આ ઘટના છે લંડનની જ્યા બિલાવલ મિલિયન માર્ચમાં ભાગ લેવા ગયા હતા. 
 
પાકિસ્તાની સમર્થક કાશ્મીર મુદ્દા પર અહી જમા થયા હતા અને એક માર્ચ કાઢી હતી. બિલાવલ અહી પહોંચ્યા અને લોકોને સંબોધિત કરવા માંગતા હતા પણ લોકો ભડકી ગયા અને ગો બિલાવલ ગો ના નારા લગાવવા માંડ્યા. પીપીપીના ચેયરમેન બિલાવલને બોલવાની તક ન મળી અને તેમના પર ખાલી બોટલો પણ ફેંકવામાં આવી. આ બાબતે સ્થાનીક પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી છે. 
 
આ માર્ચનુ નેતૃત્વ બેરિસ્ટર સુલ્તાન મહેમૂદ ચૌદરી કરી રહ્યા જેમણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના પૂર્વ પ્રધાનમંત્રી કહેવામાં આવે છે. આ માર્ચ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો.  
 
આટલા હજારો લોકોને એકત્ર કરવાનો દાવો કર્યો હતો પણ માત્ર 100 જેટલા લોકો જ આ માટે એકત્ર થયા હતા. 
 

વેબદુનિયા પર વાંચો