'રોમાન્સ ઈન વર્કપ્લેસ ઈઝ ઈન્જરીયઝ ટુ...'

ભાષા

બુધવાર, 30 જાન્યુઆરી 2008 (19:28 IST)
બેંગલુર(ભાષા) ઓફિસમાં થયેલો પ્રેમ કર્મચારીના કામની ગુણવત્તા અને ગતિ ઉપર સીધી અસર કરે છે તેવો રસપ્રદ સર્વે ખાનગી કંપની દ્વારા કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 56 ટકા લોકોએ કાર્યાલયમાં પ્રેમગોષ્ઠીના કારણે કામ પર થતી માઠી અસરની નિખાલસ કબુલાત કરી હતી.

ટીમલીઝ સર્વીસીઝ નામની ખાનગી કંપનીએ તાજેતરમાં 'રોમાન્સ ઈન વર્કપ્લેસ' નામનો રસપ્રદ સર્વે હાથ ધર્યો હતો. જેમાં ચોંકાવનારુ તારણ બહાર આવ્યુ હતુ. આ સર્વેમાં 56 ટકા લોકોએ સ્વીકાર કર્યો હતો કે, ઓફિસમાં કરેલા પ્રેમના કારણે તેમના કામની ગુણવત્તા તથા ગતિ ઉપર માઠી અસર પડે છે.

ઓફિસમાં પ્રેમ પાંગરવાના પ્રમુખ કારણો પણ સર્વેમાં બહાર આવ્યા હતા જે મુજબ, લાંબા સમય સુધી ઓફિસમાં એક સાથે રોકાવાથી તથા સહકર્મીઓ સાથે નીકટતાના કારણે પ્રેમ થઈ જવાના કિસ્સા વધુ છે. જોકે 44 ટકા અધિકારીઓએ ચોંકાવનારુ કારણ રજુ કરતાં જણાવ્યુ હતુ કે, મહાત્વકાંક્ષા, પગાર વધારો અને બઢતી મેળવવા માટે પણ ઓફિસમાં પ્રેમ થતો હોય છે.

વેબદુનિયા પર વાંચો