રાષ્ટ્રપતિ પદને લાયક નથી ઓબામાં

ભાષા

સોમવાર, 27 જુલાઈ 2009 (14:35 IST)
સ્વયંને ભૂમિપુત્ર કહનેનારા અમેરિકાના ધુર દક્ષિણપંથીઓનો દાવો છે કે, બરાક ઓબામા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાં રહેવાને યોગ્ય નથી કારણ કે, તે જન્મથી વિદેશી છે અને પોતાનું કેન્યાઈ જન્મ પ્રમાણપત્ર છુપાવી રહ્યાં છે.

કેન્યાઈ જન્મ પ્રમાણ-પત્રનો આ મુદ્દો એ સમયે બહાર આવીને ઉભો રહ્યો છે, જ્યારે ઓબામા હાર્વર્ડના એક અશ્વેત પ્રોફેસરની ધરપકડ બાદ પોતાના નિવેદનથી ઉપજેલા વંશીય વિવાદને જ્યાં સમાપ્ત કરવાનું ઈચ્છી રહ્યાં છે, ત્યાં બીજી તરફ આ સિદ્ધાંતવાદીઓએ દાવો કર્યો છે કે, તે દેશના રાષ્ટ્રપતિ બન્યાં રહેવાને યોગ્ય નથી.

ઓબામાના જન્મસ્થાનથી જોડાયેલો વિવાદ અને અમેરિકામાં મૂળરૂપે તેમના જન્મનો વિવાદ એકવાર ફરી જીવિત થઈ ચૂક્યો છે કારણ કે, રાષ્ટ્રપતિએ અશ્વેત પ્રોફેસર હેનરી લુઈસ ગેટ્સ જૂનિયરની ગત માસે થયેલી ધરપકડ પર પ્રતિક્રિયા આપી હતી અને તેનાથી વંશીય વિવાદનો ખતરો ઉત્પન્ન થઈ ગયો હતો અને તેમની છબી પ્રભાવિત થઈ હતી.

વેબદુનિયા પર વાંચો