રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ

ભાષા

મંગળવાર, 6 જાન્યુઆરી 2009 (19:12 IST)
અવામી લીગનાં નેતા ઝીલ ઉર રહેમાન બાંગ્લાદેશનાં નવા રાષ્ટ્રપતિ બને તેવી શક્યતા છે. શેખ હસીનાને સંસદમાં સંપૂર્ણ બહુમતિ મળ્યા બાદ ઝીલ ઉર રહેમાનનું રાષ્ટ્રપતિ બનવું નક્કી છે.

શેખ હસીનાએ જણાવ્યું હતું કે ઈજાજુદ્દીન અહેમદે રાષ્ટ્રપતિનું પદ છોડ્યા બાદ અવામી લીગ પાર્ટી ઝીલ ઉર રહેમાનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવશે.

આ નિર્ણય અવામી લીગનાં નવા ચુંટાયેલા સભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. રહેમાન 1952થી પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમણે ભાષાને લઈને ચાલેલાં આંદોલનમાં પણ ભાગ લીધો હતો.

વેબદુનિયા પર વાંચો