યુનોમાં સૈયદ અકબરુદ્દીને પાક.ને આપ્યો એવો તગડો જવાબ કે પાક.ની બોલતી બંધ થઈ ગઈ...

ગુરુવાર, 14 જુલાઈ 2016 (11:56 IST)
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાન પર મોટો હુમલો બોલ્યો છે. અકબરુદ્દીને સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારના વિષય પર આયોજીત વિશેષ કૉંફ્રેંસમાં પાકિસ્તાનના એવો જવાબ આપ્યો છે કે તેની બોલતી બંધ છે.  અકબરુદ્દીને કહ્યુ કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના મંચનો ખોટા ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહી છે.  તેમના મુજબ બીજાની જમીન પર પાકિસ્તાન નજર તાકીને બેસી રહે છે.  અકબરુદ્દીને અહી સુધી કહ્યુ કે જે આતંકવાદીઓએ યૂએનને બૈન કરી રાખ્યુ છે તેમને પાકિસ્તાને પોતાની ત્યા આશરો આપ્યો છે. 
 
અકબરુદ્દીને કહ્યુ કે દુનિયા હવે પાકિસ્તાનની દરેક ચાલને સમજી રહી છે. અકબરુદ્દીનનું આ ભાષણ પાકિસ્તાનના પ્રતિનિધિને જવાબ હતો જેને આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને ભારત પર હુમલો બોલ્યો હતો. હિજબુલ કમાંડર બુરહાન વાનીની મોતનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવનારા પાકિસ્તાન પર જોરદાર પલટવાર કરતા ભારતે કહ્યુ કે પાકિસ્તાન આતંકવાદીઓના ગુણગાન કરે છે અને બીજાના ભૂભાગમાં આતંકવાદનો ઉપયોગ સરકારી નીતિના રૂપમાં કરે છે. 
 
અકબરૂદ્દીને કહ્યુ હતુ કે, પાકિસ્‍તાન એ દેશ છે જેનો માનવાધિકારોના મામલે ટ્રેક રેકોર્ડ ખરાબ રહ્યો છે અને તેથી જ તે યુનોના માનવાધિકાર પરિષદની સદસ્‍યતા મેળવી નથી શકયુ. પાકિસ્‍તાને કાશ્‍મીરને લઇને જે મુદ્દો ઉઠાવ્‍યો છે કે, તે આ ફોરમ કે યુનોમાં કયાંય ચર્ચાનો અર્થ નથી.   દરમિયાન નવાઝ શરીફે કાશ્‍મીરના મામલે ચર્ચા કરવા અને આગળની રૂપરેખા ઘડવા કાલે લાહોરમાં કેબીનેટની ખાસ બેઠક બોલાવી છે. બુરહાન વાનીની હત્‍યા બાદ નાગરિકો વિરૂધ્‍ધ સલામતી દળોની કાર્યવાહી અને કાશ્‍મીરની સ્‍થિતિ ઉપર ચર્ચા થશે.

વેબદુનિયા પર વાંચો