યમનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત

ભાષા

મંગળવાર, 30 જૂન 2009 (11:41 IST)
યમનનું એક વિમાન હિંદ મહાસાગરમાં કોમોરોસ દ્રીપ પર દુર્ઘટનાનો શિકાર થઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં 150 લોકો મૃત્યુ પામ્યાંની આશંકા છે. આ પ્લેન પર 150 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.

કોમોરોસના ઉપ રાષ્ટૃપતિ ઈદિ નઘોહિમે કહ્યું કે, 'અમને જાણ નથી કે વિમાનમાં સવાર 150 લોકો પૈકી કોઈ જીવીત બચ્યું છે કે નહીં.'' માહિતી મળી છે કે યમનના સના શહેરથી ભારતીય સમયાનુસાર સવારે 5 વાગ્યે એક ઉડાણ ભરી હતી. કોમોરોસ પોલીસ અનુસાર તેમની પાસે સમુદ્રમાં રાહત અને બચાવ કાર્ય ચલાવાની ક્ષમતા નથી.

આ માસે એક જૂનના રોજ ફ્રાંસીસી વિમાન બ્રાજીલથી ઉડાણ ભર્યા બાદ એટલાંટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને તેમાં સવાર તમામ 228 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો