મોદી પર પહેલાથી કોઈ ગાંઠ ન બાંધી રાખે મુસ્લિમ - એફએમએસએ

શુક્રવાર, 23 મે 2014 (10:09 IST)
મુસ્લિમ વિદ્વાનો અને બુદ્ધિજીવીઓના એક સંગઠને મુસલમાનોને દેશના ચૂંટાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે વીતેલી વાતોના આધારે પહેલાથી કોઈ ગાંઠ ન બાંધવાનો આગ્રહ કર્યો છે. તેમનુ કહેવુ છે કે લોકસભા ચૂંટણીમાં જોરદાર સફળતા પછીથી અત્યાર સુધી આપવામાં આવેલ મોદીના ભાષણોએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ મુસલમાનો અને તેમની વચ્ચેની ખાઈને સમાપ્ત કરવા માંગે છે. 
 
ફોરમ ફોર મુસ્લિમ સ્ટડિઝ એંડ એનાલિસિસ(એફએમએસએ) એ ગુરૂવારે એક નિવેદનમાં મોદી દ્વારા પોતાના શપથ ગ્રહણ સમારંભમાં સાર્ક દ્દેશોના પ્રમુખોને બોલાવવાનુ સ્વાગત કર્યુ છે. કહેવાયુ છે કે ભારત જેવા ધર્મનિરપેક્ષ દેશની કમાન સાચવવા જઈ રહેલ મોદી જો ભારતીય ઉપમહાદ્વીપમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં કામ કરે છે અને જો તેઓ અલ્પસંખ્યકો માટે ચાલી રહેલ કલ્યાણકારી યોજનાઓને ચાલુ રાખે છે તો મુસલમાનોને તેમના કાર્યો પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા આપવી જોઈએ.  મુસલમાનોને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ એવી આશંકાથી ભયભીત ન થાય કે મોદીની આગેવાનીવાળી સરકાર સંવિધાનમાં ફેરબદલ કરીને તેમને તેમના અધિકારથી વંચિત કરી દેશે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે એફએમએસએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. 

વેબદુનિયા પર વાંચો