મૈક્કેનની સભામાંથી અશ્વેત પત્રકારની હકાલ પટ્ટી

ભાષા

બુધવાર, 6 ઑગસ્ટ 2008 (13:26 IST)
એક અમેરિકી અખબારે જોન મૈક્કેનને પ્રશ્ન કર્યો છે કે ચુંટણી પ્રચાર દરમિયાન કેમ એક અશ્વેત પત્રકારને તેની સભામાંથી બહાર કાઢી નાંખવામાં આવ્યો. આ પત્રકાર પર સભાનું રીપોર્ટીંગ કરવાની જવાબદારી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટાલાહાસી ડેમોક્રેટનાં રીપોર્ટરનાં પત્રકાર સ્ટીફન પ્રાઈસ શુક્રવારે જોન મૈક્કેનની ચુંટણી સભાનું રીપોર્ટીંગ કરવા આવ્યા હતાં. ત્યારે સિક્રેટ સર્વિસનાં એક એજન્ટે પ્રાઈસ પાસે આવીને તેને કેટલાંક પ્રશ્ન કર્યા હતાં.

પણ પ્રાઈસે જવાબ ન આપતાં એજન્ટે તેને સભા છોડી જતાં રહેવા જણાવ્યું હતું. આ સમયે ટાલાહાસીનાં બીજા ત્રણ પત્રકારો પણ હાજર હતાં. તેમને પણ ત્યાંથી જતાં રહેવા કહેવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો